ડી.એન.ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનનું બીસીએ પાંચમાં સેમેસ્ટરમાં ઝળહળતું પરિણામ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ જાન્યુઆરી 2020ની બી.સી.એ.પાંચમાં સેમેસ્ટરની પરીક્ષામાં ચરોતર એજ્યુકેશન સોસાયટી, આણંદ સંચાલિત શ્રી ડી.એન.ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનના સાત વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ટોપ ટેનમાં સ્થાન મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.વિભાગીય અધ્યક્ષ શ્રી અમિત પટેલે જણાવ્યું હતું કે, 9.83 સી.જી.પી.એ. સાથે તુષાર રૂપાણી બીજો,9.50 સી.જી.પી.એ. સાથે છઠ્ઠો ,9.33 સી.જી.પી.એ.સાથે રાધિકા પ્રજાપતિ,અર્ચિત પટેલ તથા લિસા વહોરા સાતમો,9.25 સી.જી.પી.એ.સાથે વિશાલ વાળન્દ આઠમો,9.17 સી.જી.પી.એ. સાથે સુહાની પઠાણે નવમો ક્રમ મેળવ્યો હતો.સંસ્થાના મંત્રી શ્રી કેતનભાઈ પટેલ,અડ્મિનિસ્ટ્રેટર શ્રી વિનોદભાઈ તથા આચાર્ય શ્રી મૌલિક પંડ્યાએ જવલંત સફળતા બદલ સમગ્ર સ્ટાફને અભિનંદન આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.