Excellent Performance of Information Technology Department
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020 માં આયોજિત સત્રાંત પરિક્ષામાં ચ. એ. સોસાયટી સંચાલિત શ્રી અલ્પેશ એન. પટેલ પી.જી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના ઇન્ફોરમેશન ટેક્નોલોજી વિભાગના ચોથા સેમેસ્ટર માં અભ્યાસ કરતી નુપૂર દવે (9.46 CGPA) સાથે યુનિવર્સિટી દ્વિતીય તેમજ કેના પટેલ (8.98 CGPA) સાથે યુનિવર્સિટી કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ સફળતા બદલ ચેરમેન શ્રી નિરવભાઈ પટેલ, મંત્રી શ્રી કેતનભાઈ પટેલ તથા સંસ્થાના વડા ડો. જતીન પટેલ, વિભાગીય અધ્યક્ષ ડો. કલ્પિત સોની એ વિધાર્થીઓ અને સ્ટાફ મિત્રોને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.